ઇનકમટેક્સ ,જીએસટી , લોન , સરકારીયોજના ,એજયુકેશન , રોકાણો અન્ય માહિતી માટે

Breaking

Wednesday, December 4, 2019

4:54 PM

ABOUT ME


કેમ  છો મિત્રો મારું નામ છે શૈલેષ સોમાભાઇ રાઠવા

હું આ બ્લોગ માં ઇનકમટૅક્સ, જીએસટી ,લોન ,સોશિયલ મીડિયા,ગવરમેંટ યોજના,એડ્યુકેશન
તેમજ સામાન્ય જનતાને ઉપયોગ માં આવે તેવી માહિતી સરળ ભાષા માં પહોચાળવા માગું 
છું તેપણ ગુજરાતી ભાષામાં અને આ બ્લોક એ હું ગુજરાતી ભાષા માં લખ્યો છે તેની પાછળ 
નું કારણ ઓછું ભણેલા લોકો કે જેમને હિન્દી કે ઇંગ્લિશ નથી ફાવતું તેઓ પોતાની લોકલ 
ભાષામાં સમજી શકે તેમજ મારી માતૃભાષા પણ હોવાથી  અહી ગુજરાતી માધ્યમ માં બ્લૉક 
લખ્યો છે
આ બ્લોકની માહિતી નોર્મલ રૂટિન જીવન માં દરેક વ્યક્તિ ને કામ આવે તે રીતે બનાવેલ છે 
મારૂ નાનપણ થી એક સપનું રહું છે સમગ્ર જીવન દરમ્યાન હું નોર્મલ લોકો ને સરળતા થી 
મળતો રહું અને તેમણે જરૂરી માર્ગદર્શન આપતો રહું અને માર્ગદર્શન મેળવતો રહું જે મને
આ બ્લોગ ના માદયમ થી હું લોકો ને સરળતાથી મળી શકું છું
આ બ્લોક માં જે પણ માહિતી આપવા માં આવી છે તેને હું પોતે સારી રીતે જાણું છું તેજ હું 
બ્લોક માં લખી રહ્યો છું
મિત્રો મારું નામ શૈલેષ સોમાભાઇ રાઠવા છે હું વડોદરા નો વતની છું 10 વર્ષ થી ટૅક્સ કન્સલ્ટેંટ નાવ્યવસાય સાથે જોડાયેલો છું મારો અભ્યાશ B.COM ,M.COM ,B .ED સુધી નો છે.
આ બ્લૉક વાચતા મારા મિત્રો ને વિનંતી કરીશ કે આ બ્લૉક વાચ્યા પછી જો તમને તે ઉપયોગી લાગે તો તમારા મીત્રો સુધી આ બ્લૉક ની માહિતી પહોચાળશો.અને આ બ્લૉક ને વધુ સારી રીતે લખી
શકું તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ચરણો માં પ્રાથના

Friday, November 15, 2019

5:02 PM

ઇનકમટૅક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જોઈતા ડોકયુમેંટ( BUSINESS કરતાં વ્યક્તિ માટે)


ઇનકમટૅક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જોઈતા ડોકયુમેંટ( બિજનેસ કરતાં વ્યક્તિ માટે)

(1)  પાનકાર્ડ

(2) આધારકાર્ડ

(3) બૅન્ક સ્ટેટમેંટ (ચેકબૂક /પે સ્લીપ/ સેવિંગ /કરંટ ખાતું)

(4) લોન કોઈ પણ પ્રકારની લીધી હોય તો લોન સ્ટેટમેંટ ,હોમ લોન હોય તો ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ

(5) ઈન્વેસ્ટમેન્ટ ની ફાઇલ (એલઆઇસી/મ્યુચુઅલફંડ/સ્કૂલફીસ રસીદ/NSC/FD નીવિગત)શેરબજાર માં રોકાણ હોય તો તેની વિગત

(6) કોઈ પણ મિલકત ખરીદી હોય તો તેનું બિલ

(7) સેલ્સ/ વેચાણ બિલ

(8) ખર્ચની ની ફાઇલ

(9) CASH માં ખર્ચ કર્યો હોય તો CASH વાઉચર

(10)ઈ મેલ આઇડી /ફોન નંબર

Friday, September 27, 2019

11:00 AM

પોતાની જાતેજ પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિન્ક કરો





પોતાની જાતેજ પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિન્ક કરો
પ્રથમ રીત   :
સૌ પ્રથમ https://www.incometaxindiaefiling.gov.in સાઇડ પર જાવ

ત્યારબાદ Registered User? માં લૉગિન થાવ  -  User ID માં પાનકાર્ડ નંબર નાખો

ત્યારબાદ Password નાખો  - Enter Captcha માં ઉપરમુજબ code નાખો

અને Login થાવ

ત્યારબાદ Profile Settings માં જાવ – Link Aadhaar – અહી Aadharcard ની વિગત નાખી ને સબમિટ કરવું

બીજી રીત  :

સૌ પ્રથમ https://www.incometaxindiaefiling.gov.in જાવ ત્યારબાદ ડાબી બાજુ માં Link Aadhaar પર ક્લિક કરો
 
ઉપર બતાવેલ સ્ક્રીન આવી જસે ત્યારબાદ તેમાં બતાવ્યા મુજબ માહિતી ભરતા જાવ
PAN : પાનકાર્ડ નંબર નાખો
Aadhaar Number : આધારકાર્ડ નંબર નાખો
Name as per Aadhar : આધારકાર્ડ માં લખેલ નામ અહી લખો
I have only yerar of birth in Aadhaar Card :આધારકાર્ડ માં ફક્ત જન્મ ની સાલ લખેલ હોય આધારકાર્ડ માં તો અહી ક્લિક કરો
ત્યાર બાદ આપેલ બોક્સપર ક્લિક કરો
ત્યારબાદ captcha Code image નાખો
ત્યારબાદ Link Aadhaar પર ક્લિક કરો